તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુધની આડમાં દેશી દારૂની હેરફેરી, જૂનાગઢનો શખ્સ ઝડપાયો, એક છૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ ડિવીઝન એ.એસ.પી.રવિ તેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.રામ, એ.એસ.આઇ એચ.કે.પાઠક, પો.કોન્સ.વિપુલભાઇ પરમાર, માનસિંગભાઇ ગાગણા અને દિનેશભાઇ રામને મળેલી બાતમી આધારે શેપા ગામથી આરેણા જવાના ગારી વાટના કાચા રસ્તા પર વોચ ગોઠવીને બેઠા હતા તે દરમિયાન હીરા જીવા મોરી, કરશન ભુરા મોરી પોતાના બાઇકમાં દૂધના કેન બાંધી પસાર થતા પોલીસે તેની અટક કરી તલાસી લેતા દેશી દારૂ મળી આવતા પોલીસે બે બાઇક અને દારૂ સહિત કુલ રૂપિયા 22450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કરશન ભુરા મોરી નાસી છૂટયો હતો. હીરા જીવાની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો જૂનાગઢના દેવા નારણ કોડીયારના કહેવા પ્રમાણે આરેણા ગામે આપવા જવાનું કબુલાત કરતા પોલીસે તેમની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...