તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર દરમિયાન હૃદય બંધ પડ્યું, કૃત્રિમ ધબકારાથી ફરી ધબકતું કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ અત્યંત જટિલ કહી શકાય તેવા કેસમાં યોગ્ય સારવાર આપી દર્દીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરની સરકારી હોસ્પિટલમાં 18 ફેબ્રુઆરીના રોજ એક મુશ્કેલ કહી શકાય તેવા દર્દીનો કેસ આવ્યો હતો. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ છગનભાઇ નામના 27 વર્ષિય યુવાને કપાસમાં નાંખવાની દવા પી લેતા તેમને સારવાર અર્થે સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન દર્દીની સ્થિતીની ગંભીરતા જોતા સિવીલ હોસ્પિટલના ડોકટરોએ તેને સારવાર અર્થે આઇસીયુમાં દાખલ કર્યો હતો. જોકે, તેમની સ્થિતી વધુ નાજુક હોવાનું જણાતા ડો. રાહુલ હુંબલ, ડો. જતિન સોલંકી અને ડો. ચિંતન યાદવની આગેવાનીમાં આઇસીયુ 301 ની ટીમે સારવાર શરૂ કરી હતી. દર્દીને પ્રથમ દિવસે જ વેન્ટીલેટર પર રખાયા હતા. સારવાર દરમિયાન 4 દિવસ કોમામાં વેન્ટીલેટર સપોર્ટ સાથે રખાયા હતા. જોકે, સારવાર દરમિયાન 7 માં દિવસે દર્દીનું હ્રદય બંધ પડી ગયું હતું. ત્યારે સિવીલના ડોકટરોએ કૃત્રિમ ધબકારા (સીપીઆર) આપી હ્રદયને ફરી ધબકતું કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી જેથી ડોકટરો, દર્દી અને તેના સગા વ્હાલાને ફરી આશા બંધાઇ હતી. સારવાર દરમિયાન નવમા દિવસે ગળામાં હોલ પાડી ટોટી નાંખી વેન્ટીલેટર સપોર્ટ ચાલુ કર્યો. 22 દિવસની લગાતાર સારવાર દરમિયાન દર્દીની સ્થિતી નાજુકમાંથી સુધારા પર જણાતા ડોકટરોએ 8 માર્ચથી વેન્ટીલેટર પણ દૂર કર્યા અને બાદમાં 5 દિવસ સુધી ઓબ્ઝર્વર પર રાખ્યા. દરમિયાન 25 દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને રજા અાપી ત્યારે દર્દી ચાલીને ગયા હતા. આમ, સિવીલના ડોકટરોએ અથાગ મહેનત અને પોતાના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠાના કારણે એક દર્દીને મોતના મુખમાંથી બચાવી લઇ નવજીવન આપ્યું હતું. જેના કારણે દર્દીનાં પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

જૂનાગઢ સિવીલના ડોકટરોએ 22 દિવસ બાદ યુવાનને નવજીવન આપ્યું

કપાસમાં નાંખવાની દવા પી લેતા સારવારમાં લાવ્યા હતા


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો