તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથમાં વાવાઝોડા સમયે વીજ તંત્રે રંગ રાખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથના દરિયાકાંઠે \\\'વાયુ વાવાઝોડુ ઝઝૂમી રહ્યુ હતું ત્યારે વીજ તંત્રના જૂનાગઢ અધિક્ષક ઈજનેર પી. એચ. માવાણી તથા વેરાવળ ડીવીઝનના પી. જી જોશીએ સતર્કતા અને સજાગતાથી લોકો સલામતી અંગે માઇકો પ્લાનીંગથી સમગ્ર વાવાઝોડા ના ભયને પાર ઉતારી ભારે પવન અને વરસાદ વચ્ચે પણ કાબીલે દાદ ફરજ બજાવી હતી, પીજીવીસીએલના અધિક્ષક ઇનજી પી. એચ માવાણી તથા વિભાગીય અધિકારી પી. જી. જોશીએ જણાવ્યું કે આ સુસવાટાભયૉ ભારે પવન મા વીજ લાઇન ઉપર ઝાડવાઓ પડવાથી H. T. ના 77 પોલ ડેમેજ થયા અને L. T.ના 61 પોલ ડેમેજ થયા અને 53 ટ્રાન્સફોરમર એન્ટા ડેમેજ થયા જ્યારે 124 થી ફેસ વીજ કનેકશન 145 સીંગલ ફેસ વિજ જોડાણો ડેમેજ થયા અને ગ્રામ્ય પંથકોમાં હજુ નુકશાની નો સર્વ ચાલુ છે.

આ વર્તુળ ની 7 લાઈનો ઉપર 1200 જેટલા પવન વરસાદથી ઝાડવાઓ પડવાથી નુકશાન થયું અને જે ઝાડવાઓ હટાડવા જીસીબીનો પણ દિવસ રાત જોયા વગર વીજપુરવઠો સલામતી માપદંડ ચેક કરી પૂર્વવત ચાલુ કરાઇ રહ્યો છે. વીજતંત્ર ની ખાસ નોંધનીય સેવા એ રહી કે આ વાવાઝોડા અને ભયંકર પવન અને વરસાદ થી લાઇનો ઉપર ઝાડ પડવાથી કે લીકેજ થી કોઇ માનવ કે પશુ ની જાનહાનિ ન થાય તે માટે ભારે પવન વરસાદ ના સમયે વીજપુરવઠો જ બંધ રાખી વેરાવળ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સલામતી બક્ષી ઝીરો અકસ્માત સિધ્ધિ પ્રાપ્ત કરી તંત્ર ની આ કામગીરી ને સોમનાથ ખાતે યોજાયેલા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમજ પ્રજાએ બિરદાવી હતી પ્રભાસ પાટણ ગ્રામ્ય વિજ બોર્ડ નાયબ ઈજનેર એન. સી. શીંગડીયાએ જણાવ્યુ કે આ તાબાના ગામોમાં 37 ફીડરની અસર થઈ હતી જેમાં 28 થાંભલા જેમાં ઇલેવન કે. વી 20 પોલ, એલ ટી ના 8 પોલ, 3 ટ્રાન્સફર ધરાશયી થયેલ હતા અને વિજપ્રવાહ ને નડતર રૂપ જોખમી 100 જેટલા વૃક્ષોની ડાળીઓને કાપી દુર કરી વિજપ્રવાહ સાવચેતી સલામત પગલા લેવાયેલ હતા અત્યારે 224 થી વધુ કર્મચારીઓ અધિકારીઓની 50થી વધુ ટુકડીઓ આકસ્મીક પરિસ્થિતિ પહોંચી વળવા કે ખોરવાયેલ નુકશાન થયેલ વિજ પ્રવાહને પૂર્વવત કરવા રાઉન્ડ ધ કલોક વાહનો અને સાધનો સાથે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...