તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Div News During Pregnancy The Child Was So Strongly Attracted That The Head Was Separated From The Torso And Remained In The Embryo 025101

પ્રસૂતિ દરમિયાન બાળકને એટલા જોરથી ખેંચ્યું કે માથું ધડથી અલગ થઇને ગર્ભમાં જ રહી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં જેસલમેરના રામગઢની સરકારી હોસ્પિટલમાં એક મહિલાની પ્રસૂતિ દરમિયાન હૃદયદ્રાવક ઘટના બની. ડૉક્ટર્સની ટીમે પ્રસૂતિ દરમિયાન બાળકના પગ એટલા જોરથી ખેંચ્યા કે તેનું ધડ તો બહાર આવી ગયું પણ માથું તેનાથી છૂટું પડીને ગર્ભમાં જ રહી ગયું. ટીમે આ અંગે મહિલાના પરિવારજનોને કંઇ ન જણાવ્યું અને તેને જેસલમેર રિફર કરી દીધી. જેસલમેરની જવાહર હોસ્પિટલના ડૉ. રવિન્દ્ર સાંખલાને રામગઢની હોસ્પિટલ તરફથી એમ જણાવાયું કે મહિલાની ડિલીવરી થઇ ગઇ છે પણ ગર્ભનાળ અંદર રહી ગઇ છે. રાત્રે એક વાગ્યે ડૉ. સાંખલાએ ગર્ભનાળ કાઢવાનો પ્રયાસ કર્યો પણ તેમને કંઇ સમજાયું નહીં તો તેમણે પહેલા મહિલાની તબિયત સ્થિર કરી અને બીજા દિવસે ફરી પ્રયાસ કર્યો. છતાં કંઇ ન સમજાતાં તેમણે મહિલાને જોધપુર રિફર કરી. જોધપુરની ઉમ્મેદ હોસ્પિટલમાં ડૉક્ટરોએ મહિલાની પ્રસૂતિનો પ્રયાસ કર્યો તો બાળકનું માથું નીકળ્યું. ત્યાર બાદ પરિવારજનો તે માથું લઇને સીધા રામગઢ પોલીસ સ્ટેશને પહોંચી ગયા.

રામગઢના ડૉક્ટરે કહ્યું- બાળક મૃત હતું
રામગઢ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. નિખિલ શર્માએ જણાવ્યું કે તે મહિલાને હોસ્પિટલમાં લવાયા બાદ ત્યાં હાજર તબીબી સ્ટાફ તેને પ્રસૂતિ માટે ડિલીવરી રૂમમાં લઇ ગયો. ત્યાં જોયું કે નવજાતના પગ બહાર હતા અને તે મૃત હાલતમાં હતું. અહીં પૂરી સુવિધા ન હોવાથી પ્રસૂતાને જેસલમેર રિફર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...