તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીચામાં નિફ્ટીને 10700 પોઇન્ટનો 200 ડીએમએનો સપોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ બજારમાં સતત પાંચ દિવસની તેજી છતાં નિફ્ટી માટે સપ્તાહ સાધારણ રહ્યું હતું. તે 10800ને સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તે કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સપ્તાહના અંતિમ બે ટ્રેડિંગ સત્રો ખૂબ ડલ રહ્યાં હતા અને ટ્રેડર્સ માટે કોઈ ખાસ તકો જણાઈ નહોતી. નિફ્ટીએ વધુ સુધારા માટે 10925ના સ્તરને પાર કરવુ મહત્વનું છે. આ સ્તર અગાઉના સુધારાની ટોચ છે અને જો તેણે નવી ટોચ દર્શાવવી હોય તો તેને પાર કરવું અનિવાર્ય છે. નીચામાં નિફ્ટીને 10700નો 200 ડીએમએનો સપોર્ટ છે. આ સ્તરે એકવાર પુન:પ્રવેશનું વિચારી શકાય. અર્નિંગ્સ સિઝન શરૂ થઈ ચૂકી છે અને આગામી દિવસો સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટના રહેવાની શક્યતા છે. યુએસ અને એશિયન માર્કેટ્સ માટે ખુશ થવાનું એક કારણ યુએસ ફેડ રિઝર્વ ચેરમેનનું નિવેદન પણ છે. તેમણે કહ્યું છે કે યુએસ મધ્યસ્થ બેંક વધુ રેટ વૃદ્ધિમાં ધીરજપૂર્વક વર્તશે. જોકે ટ્રેડ વોરને લઈને યુએસ-ચીન વચ્ચેની મંત્રણાને લઈને રોકાણકારો વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યાં છે અને તેથી તેજીનું મોમેન્ટમ થોડું ધીમું પડ્યું છે. બંને દેશો વચ્ચે ઈન્ટિલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી રાઈટ્સ(આઈપી)ને લઈને પણ કોઈ સમાધાનની શક્યતા છે. ક્રૂડના ભાવમાં તીવ્ર બાઉન્સ જોવાયુ છે અને તે ભારતીય બજાર માટે એક ચિંતાનું કારણ છે. જોકે હાલમાં તેને કારણે કોઈ મોટી ચિંતાનું કારણ નથી. જો બ્રેન્ટ ક્રૂડના ભાવ 70 ડોલર પ્રતિ બેરલની ઉપર જાય તો જ તે ગંભીર બાબત બને છે. સપ્તાહાંતે ઈન્ફોસિસના પરિણામ નિરાશાજનક રહેવા છતાં સહુની નજર તેના ગાઈડન્સ પર રહેશે. રૂપિયામાં નરમાઈને કારણે કંપનીના માર્જિન પર કેવી અસર થશે તે પણ મહત્વનું રહેશે. હાલમાં સ્તરે વેલ્યૂએશન્સની વાત કરીએ તો લાર્જ-કેપ્સ અને મીડ-સ્મોલ કેપ્સનો દેખાવ વિરોધાભાસી રહ્યો છે. ભારતીય બજાર માટે આ એક ઐતિહાસિક ઘટના છે. કેમકે અગાઉ આવુ નથી જોવાયું. અગાઉ આ પ્રકારનું ડાયવર્જન્સ લાંબુ નથી ચાલ્યું. અમારા મતે મીડ-સ્મોલ કેપ્સમાં ધીરે-ધીરે સુધારો જોવા મળશે અને આ સ્થિતિ દૂર થશે. આગામી 12-18 મહિના દરમિયાન તેઓ આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવું શક્ય છે. છેલ્લા કેટલાક સત્રોથી લાર્જ-કેપ્સમાંથી મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સ તરફ શિફ્ટ જણાય રહી છે. મ્યુચ્યુલ ફંડ્સનો ફ્લો જળવાયેલો છે. સ્મોલ-કેપ્સે નવેમ્બરમાં રૂ. 1254 કરોડ મેળવ્યા હતા. જ્યારે મી઼ડ-કેપ્સે રૂ.1016 કરોડ અને લાર્જ-કેપ્સે રૂ. 880 કરોડ મેળવ્યા હતા. આગામી 2-૩ વર્ષ ધ્યાને આ ક્ષેત્રે ઊંચા રિટર્નની આશાએ એસઆઈપી કરવાનું વિચારી શકાય.

(લેખક: ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ છે)

માર્કેટ વોચ
આસીફ હિરાણી

અન્ય સમાચારો પણ છે...