જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલયને દાતાએ આપ્યું બોલતું કોમ્પ્યુટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જૂનાગઢ ખાતે સ્વ.ચેતનદાસ બસરાણીની પૂણ્યતિથી નિમિત્તે તેના પરીવાર તરફથી અને સત્યમ સેવા યુવક મંડળની પ્રેરણાથી મયારામદાસજી આશ્રમના બાળકો માટે 10 ટ્યુબલાઇટ, 12 પંખા અને રમત-ગમતના સાધનો આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અંધ કન્યા છાત્રાલયના બહેનોને રૂ. 30 હજારનું બોલતું કોમ્પ્યુટર અર્પણ કરાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન રેલવે સ્ટેશન માસ્તર ભાર્ગવભાઇના હસ્તે કરાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ભાવેશભાઇ વેકરીયા, રમેશભાઇ શેઠ, બટુકબાપુ, કાનાભાઇ બસરાણી, પરાગભાઇ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સંજયભાઇ પરમાર દ્વારા રૂ. 1 લાખ અંધ કન્યા છાત્રાલયના રીનોવેશન માટે જાહેર કરાયા હતાં. કાર્યક્રમનું સંચાલન હરસુખભાઇ ત્રિવેદીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...