તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો પર દબાણ ન કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોચિકિત્સકો સહમત છે કે લોકોની ઉદાસી, વ્યાકુળતા અને ડિપ્રેશનનું એક મોટું કારણ એ છે કે તેઓ જે બની શકતાં હતા, તે તેઓ નથી બની શક્યા. જોકે, એમ લાગે છે કે જેઓ પ્રાપ્ત કરવા માગતા હતા, તે નથી મળ્યું અને તેથી તેઓ ઉદાસ થઇ ગયા. જો આમ છે તો આ ઉદાસી થોડી હળવી છે અને તેનું નિદાન જલદી આવી શકે છે. મહેનત કરી અને તેના અનુસાર ફળ ન મળે તો વ્યાકુળ થઇ ગયા. થાકી ગયા, ઉદાસ થઇ ગયા. તો ઠીક છે... તેનો કોઇ રસ્તો નીકળી આવશે. ઓછામાં ઓછું તે દિવસે નીકળી આવશે જ્યારે તે વસ્તુ મળી જશે. માતા-પિતા બાળકો પર એક પ્રયોગ જરૂર કરતાં રહે. સૌ પહેલા તો ખૂબ જ નજીકથી જુઓ કે આપણા સંતાનો આપણો ઓછાયો જ તો નથી ને. જે આપણે બનવા માગતા હતા, બની ન શક્યા તો પોતાના બાળકોને તે બનાવી દઇએ, તેવી ભૂલ ન કરશો. બાળકો તમારા જેવા બને એવી બળજબરી ન કરવામાં આવે. નજીકથી જુઓ કે તે બાળકમાં શું બનવાની સંભાવના છે. તે સંભાવનાને ચકાશો, તેની પોટેન્શિયાલિટીનો અભ્યાસ કરો અને પછી તેને પ્રેરિત કરો કે તે આવો બની શકે છે. માતા-પિતાની સમજદારીમાં બાળકોનું ભવિષ્ય છુપાયેલું છે. આપણા સંતાનો આવનારા સમયમાં ઉદાસીના ભયાનક રૂપને જોશે. તો આજ થી જ તેની પર કામ કરવામાં આવે. તેમને તે બનવા દો જે તેઓ બની શકે છે.


જીવન-પથ
પં. વિજયશંકર મહેતા

અન્ય સમાચારો પણ છે...