તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્કમ ટેક્ષ દાતાઓ માટે વિવાદથી વિશ્વાસ યોજના અમલમાં મૂકાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર દ્વારા આવક વેરાના કરદાતાઓ માટે કે જેમની 31 જાન્યુઆરી 2020ના કોઇ પણ તબક્કે અપીલ પેન્ડીંગ હોય તેમના માટે સારી યોજના અમલમાં મૂકવામાં
આવી છે.

વિવાદથી વિશ્વાસ - 2020 નામની આ યોજનામાં અંતર્ગત યોજના લાગુ પડતા કરદાતાઓએ નિયુકત અધિકારી, જે પ્રધાન આયકર આયુકત-3, રાજકોટ સમક્ષ ફોર્મ રજૂ કરવાનું રહેશે જેમાં અન્ય કોઇ આવકવેરા કાર્યપ્રણાલી જેવી કે પેનલ્ટી, વ્યાજ વગેરેમાંથી રાહત મળશે.

જો કરદાતાએ ફોર્મ ભર્યા પહેલા કોઇ રકમ, વ્યાજ, પેનલ્ટી ભરી હોય અને આ રકમ ભરવા પાત્ર કરની રકમ કરતા વધારે હોય તો વધુ ભરેલી રકમનું રિફન્ડ મળશે. અપીલમાં એક કરતા વધુ મુદ્દા હોય તો દરેક મુદ્દા બાબતોનું નિવેદન રજૂ કરવાનું રહેશે જેથી અમુક મુદ્દાનું નિવેદન રજૂ કરી બાકીના મુદ્દાની અપીલ કાયમ રાખી
શકશે નહી.

જ્યારે કરદાતાની તરફેણમાં નિર્ણય મળ્યો હોય પરંતુ આયકર વિભાગે આગળ અપીલ કરી હોય તેવા મુદ્દામાં કરદાતાએ માત્ર વિવાદિત કરની માત્ર 50 ટકા રકમ જ ભરવા પાત્ર થશે. ત્યારે આવી યોજનાનો લાભ લેવા કરદાતાઓને જૂનાગઢ અાવકવેરા વિભાગના જોઇન્ટ કમિશ્નરે
જણાવ્યું છે.

કરદાતાની તરફેણના નિર્ણયમાં માત્ર 50 ટકા જ રકમ ભરવા પાત્ર

અન્ય સમાચારો પણ છે...