તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મહાનગરપાલિકાને વર્ષ દરમિયાન થયેલ ખર્ચ અને આવકની વિગતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકાને વર્ષ દરમિયાન થયેલ ખર્ચ અને આવકની વિગતો જાહેર કરવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, જીપીએમસી એકટની જોગવાઇ હેઠળ તમામ કોર્પોરેટરોને વર્ષ દરમિયાન થયેલ ખર્ચ અને આવકની વિગતો આપવાની હોય છે. આ વિગતો પારદર્શક રીતે, આંકડાની માયાજાળ વિના સરળ ભાષામાં સમજાય તે રીતે આપવાની હોય છે. આ ઉપરાંત સામાન્ય જનતા પણ ઇચ્છે તો જરૂરી કિંમત ચુકવી મનપાને થયેલ વર્ષભરની આવક, ખર્ચની વિગત મેળવી શકે છે. ત્યારે આ જોગવાઇ હેઠળ સ્થાયી સમિતીએ ચકાસેલી આવક, ખર્ચની વિગતો કોર્પોરેટરને આપવા અને રિપોર્ટની કિંમત નક્કી કરી જાહેર જનતા માટે કોર્પોરેશનમાં વેંચાણ માટે મુકવા મંજુલાબેન પરસાણાઅે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો