તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેકટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાકટ પદ્ધતિ બંધ નથી કરાતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાની 10 જગ્યા પર સીફીની પરીક્ષા પાસ કરનાર કુલ 12 આઉટ સાેર્સિંગ કર્મીઓને આધારકાર્ડની કામગીરી પેટે માત્ર 5500 જેવી રકમ અપાય છે અને સરકાર ગ્રાન્ટ આપે તાે જ પગાર મળે છે. જેને લઇ કચવાટ ફેલાયો છે. કર્મીએએ કહયું હતું કે, પ્રાઇવેટ બેંક તેમજ પાેરબંદર અને રાજકાેટ જિલ્લામાં આધારકાર્ડની કામગીરી કરતા આઉટ સાેર્સિંગ કર્મચારીઓને 12500 જેવી રકમ સરકાર દ્વારા સિધ્ધી જ બેંક એકાઉન્ટમાં જમા થાય છે. કલેક્ટરને રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કાેન્ટ્રાક્ટ પધ્ધતિ બંધ કરવામાં આવતી નથી. તેમજ પગાર વધારાે અપાતો નથી. આ કર્મીઓની પરિસ્થિતી નબળી હાેવા છતાં આેછા પગારે જવાબદારીવાળું કામ કરવું પડે છે. - તસ્વીર : પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...