તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી સ્કુલો પાસે 30 થી વધુ શાકભાજીની લારીઓનો જમાવડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરનાં બસ સ્ટેશન પાછળ આવેલ ખાનગી સ્કુલ પાસે 30 થી વધુ શાકભાજીની લારીઓવાળાનો જમાવડો રહે છે. જેના કારણે શાળાએ આવતા જતાં બાળકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા મનપાનાં કમિશ્નરને પત્ર પાઠવાયો છે. પત્રમાં જણાવાયું છે કે, ખાનગી શાળાઓમાં પાળી બદલવાના સમયે એટલે કે સવારની શાળા છુટવાના સમયે અને બપોરની શાળા શરૂ થવાના સમયે સ્કુલ પાસે શાકભાજીની રેકડીઓવાળાની લાઇનો લાગી જાય છે. મહિલાઓ શાકભાજીની ખરીદી કરવા માટે આવે છે જેના કારણે સ્કુલે આવતાં બાળકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે તેમજ અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને બપોરનાં 12 થી 12:30 દરમિયાન ટ્રાફિકનો પ્રશ્ન વધુ જટીલ બની જાય છે. આ મામલે સત્વરે દબાણ શાખાનાં અધિકારીને મોકલી શાકભાજીની લારીવાળાને સ્કુલ પરીસર નજીકથી કાયમી ધોરણે દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...