તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મંદિર પાસે ગેરકાયદેસર ખડકાયેલી દુકાનોનું ડિમોલીશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભવનાથ મહાદેવ મંદિર પાસે ગેરકાયદેસર રીતે ખડકાયેલી 3 દુકાનોનું મનપાની દબાણ શાખા દ્વારા પોલીસ કાફલા સાથે ડિમોલીશન કરવામાં આવ્યું છે. હજુ પણ કુંભ મેળાને લઇને દબાણ હટાવની કામગીરી શરૂ રાખવામાં આવશે અને નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવશે. આ અંગે દબાણ અધિકારી ભરત ડોડીયાએ જણાવ્યું હતું કે ભવનાથ મહાદેવ મંદિર સામે વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં 3 જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ મળતા કલેકટર કમ કમિશ્નર ડો.સૌરભ પારઘીની સુચના અને ના.કમિશ્નર એમ.કે.નંદાણીયાના માર્ગદર્શનમાં પોલીસ કાફલા સાથે ધસી જઇ બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દુકાનોનાં બાંધકામોને દૂર કરાયું છે. આ ઉપરાંત રીંગરોડ પર ઉભા કરાયેલા ઉતારાઓને પણ દૂર કરાયા છે. જ્યારે અશોક શિલાલેખ અને નારાયણધરા પાસે ગૌસેવાના નામે મંડપ ઉભા કરી કરાયેલી પેશકદમીને દૂર કરાઇ છે. કુંભ મેળાને લઇને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.

કુંભ મેળાને લઇ દબાણ દુર કરવાની કામગીરી શરૂ રખાશે. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો