જૂનાગઢ શહેરમાં આવેલા પ્રાચીન બોર અને કુવા ઉંડા ઉતારવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ઉનાળો આવતાની સાથે જ પાણીની મોકાણ શરૂ થઇ જાય છે. પ્રાચિન સમયમાં આ શહેરને પાણી પુરતા પ્રમાણમાં મળી રહે અને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે અહિ શાસન કરતા નવાબોએ ગિરનાર ઉપર પણ પાણીના ડેમ બનાવી ઉપરવાસમાંથી નિચેના ડેમ સુધી બારેમાસ પાણી પહોંચી રહે અને શહેરીજનોને પાણીની મુશ્કેલી ન વેઠવી પડે તેવી અદભુત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેર ઉપરાંત પ્રાચિન ઇમારતોમાં પણ અનેક કુવાઓ અને બોર બનાવવામાં આવ્યા હતાં. પરંતુ માત્રને માત્ર તંત્રની સતત ઉપેક્ષાને લીધે હાલ જૂનાણાના અનેક પ્રાચિન કુવાઓ અને વાવ બુરાઇ ગઇ છે. ઉપરકોટમાં આવેલ અડી અને ચડી નામની બે વાવો પૈકી જ એક વાવ સાવ બુરાઇ ચુકી હતી. જેને શહેરના એક સામાજીક ગૃપ દ્વારા થોડા સમય પહેલા સાફ કરવામાં આવી હતી. આવા તો અનેક બોર અને કુવાઓ હાલ લુપ્ત થતા જાય છે અને જેટલા બચ્યા છે તેને પણ તંત્ર સરખુ જાળવી શકતુ નથી. ત્યારે નવા બોર કુવા ન બનાવે તો વાંધો નહિ પરંતુ જુના કુવા અને બોરને સાચવી તેને ચોમાસા પહેલા ઉંડા ઉતારી પાણીનો યોગ્ય સંગ્રહ કરે તો પણ શહેરને ટાંકાના સહારે ન રહેવુ પડે. ત્યારે શહેરના આવા પ્રાચિન બોર કુવાનો અભ્યાસ કરી તેને સત્વરે ઉંડા ઉતારી પાણીનો વધુને વધુ સંગ્રહ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે હવે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...