તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગનાથ રોડ પર સ્પીડબ્રેકર મૂકવા વેપારી એસો.ની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પોસ્ટઓફીસ રોડ, માંગનાથ રોડ પર સ્પીડબ્રેકર મુકવા માંગણી ઉઠવા પામી છે. આ અંગે કલોથ એન્ડ રેડીમેઇડ એસો.ના પ્રમુખ ભુપેન્દ્રભાઇ તન્ના અને મહામંત્રી ચંદ્રકાન્તભાઇ દક્ષિણાએ કમિશ્નર પ્રકાશ સોલંકીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે કાળવા ચોકથી અંદર તરફ આવતા માંગનાથ રોડ, પંચહાટડી ચોક અને આઝાદ ચોક આવેલા છે. આ તમામ વિસ્તારો કોમર્શીયલ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. આ વિસ્તારમાં હાઇસ્કુલ પણ આવેલી છે. તેમજ એક હવેલી, મંદિર અને કલાસીસો પણ આવેલા છે જેના કારણે વાહનોની અવર-જવરમાં વધારો થયો છે. લોકોની સતત ભીડ રહેતી હોય બેફામ સ્પીડે જતાં વાહન ચાલકો લોકોને અકસ્માતનો ભોગ બનાવે તે પહેલા પોસ્ટઓફીસ રોડ, માંગનાથ રોડ પર સ્પીડબ્રેકર મુકી આપવા માંગણી છે. સ્પીડબ્રેકરને કારણે વાહનોની સ્પીડ ઓછી થતાં ગ્રાહકો તેમજ દર્શનાર્થી અને છાત્રો અકસ્માતથી બચાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...