તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપ માળા યોજાઇ, મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ઉપલા દાતાર જમિયલશા દાતાર ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. દાતારની જગ્યાના મહંત ભીમબાપુના માર્ગદર્શનમાં પ્રથમ દિવસે સંદલ વિધી કરવામાં આવી હતી. બીજા દિવસે આરામ બાદ ત્રીજા દિવસે દાતાર બાપુની ગુફા, કમાલશા બાપુની જગ્યામાં મહંત ભીમબાપુ તેમજ સેવકગણ દ્વારા દિવડાઓ પ્રગટાવી આખી જગ્યાને ઝળહળતી કરવામાં આવી હતી. ભવ્ય દીપમાળાનાં અનેક ઉપસ્થિત ભાવિકોએ દર્શન કર્યા હતાં. આ તકે ઉપસ્થિત તમામ ભકતોએ દાતાર બાપુના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જયારે ભાવિકો માટે બનાવવામાં આવેલ મહાપ્રસાદનો પણ તમામે લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...