તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 દિવસમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં આ વર્ષે શિયાળાની ઋતુમાં સરેરાશ ઠંડીના દિવસો ઓછા રહ્યા છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના ઉમેશ પરમારે જણાવ્યું હતું કે, શુક્રવારે લઘુત્તમ તાપમાન શહેરમાં 10.1 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 5.1 ડિગ્રીએ પહોંચી હતી. જોકે શનિ અને રવિ 2 દિવસથી લઘુત્તમ તાપમાન સતત ઉંચુ જઇ રહ્યું છે. 2 દિવસમાં 7.4 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે મહત્તમ તાપમાન પણ શુક્રવારે 27.4 ડિગ્રી હતું જે શનિ અને રવિ એમ 2 દિવસમાં 3.1 ડિગ્રી વધીને 30.5 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર જોવા મળી ન હતી. હજુ સોમવારે પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે. જોકે, મંગળવાર મકર સંક્રાંતિથી ઠંડી વધશે તેવું જણાઇ રહ્યું છે. રવિવારે મહત્તમ 30.5, લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી રહ્યું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે 87 ટકા. બપોર બાદ 53 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 2.1 કિમી પ્રતિ કલાકની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો