તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં સ્વચ્છતા, પર્યાવરણ, બેટી બચાવોનાં વિચારો સાથે સાઇકલ રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ભારત વિકાસ પરિષ દ્વારા સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત યુવાનો દ્વારા સમાજને જાગૃતિ મળે તે માટે સ્વામિ વિવેકાનંદનું પુજન કરી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઇકલ રેલીમાં સ્વચ્છતા, પર્યાવરણ, બેટી બચાવો, નશામુક્તિ, રાષ્ટ્રભાવના તેમજ વિવેકાનંદજીનાં વિચારોને સમર્થન કરતા બેનરો સાથે સુત્રોચ્ચાર કરી શહેરમાં સાઇકલ રેલી નિકળી હતી.રેલીમાં અલગ-અલગ સ્કુલનાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક ડો.મનોજભાઇ વાસણ, સહસંયોજક કિરણસિંહ ગોહિલ તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...