તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલીંગ્ડન ડેમમાં પાણી ઘટતા મગર રસ્તા પર ચઢી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાની આકરી ગરમીના કારણે સર્વત્ર પાણીની તંગીની સ્થિતી સર્જાઇ છે. પાણીની તંગીથી માત્ર માનવીજ નહી વન્યપ્રાણીઓથી લઇને જળચરો પણ ત્રસ્ત બની ગયા છે. દરમિયાન શહેરના દાતાર જવાના રસ્તા પર મગરે દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. વિલીંગ્ડન ડેમમાં અનેક મગરો વસવાટ કરે છે. જોકે હાલ આકરા તાપના કારણે ડેમમાં પાણી ઘટી રહ્યું હોય અેક મગરે દાતાર જવાના જંગલના રસ્તા પર દેખા દીધી છે. જળચરોની રસ્તા પરની રઝળપાટથી દાતાર તેમજ વિલીંગ્ડન ડેમ સાઇટ તરફ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વન વિભાગ આ મગરને ફરી સહિ સલામત પાણી વાળી જગ્યામાં મૂકી આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...