તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતો સીધા ગ્રાહક સુધી પહોંચે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના આંગણે અમૃત્ત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે હેમલ મહેતાએ જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સિધા ગ્રાહક સુધી પહોંચી શકે સાથોસાથ લોકોને રસાયણ મુકત ખેત ઉત્પાદનો એક જ સ્થળે મળી શકે તેવા આશય સાથે આ મહોત્સવ યોજાનાર છે. જૂનાગઢમાં જયશ્રી ટોકિઝ રોડ પર આવેલ સરદાર પટેલ ભવન ખાતે તા. 27 થી 30 માર્ચ સુધી સવારના 9 થી રાત્રીના 9 સુધી આ મહોત્સવ યોજાશે. ખાસ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃત્તિક ખેતી કરવા તરફ ખેડૂતોને આહ્વાન કરી રહ્યા છે ત્યારે તેમના આ પ્રકલ્પને સફળ બનાવવા આ મહોત્સવ યોજાનાર છે.

આ મહોત્સવમાં પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતો પોતાની રસાયણ મુકત ખેત પેદાશોનું પ્રદર્શન તેમજ વેંચાણ કરી શકશે.

આ આયોજનથી લોકોને સ્વાસ્થ્યપ્રદ અનાજ, કઠોળ વગેરે ખેત ઉત્પાદનો મળશે જેથી લોકોમાં રોગનું પ્રમાણ ઘટશે. વળી, વધુને વધુ ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળે તો રાસાયણીક ખાતર પાછળ થતો
મસમોટો ખર્ચ પણ ઘટશે અને દેશનું હુંડિયામણ પણ બચાવી શકાશે.

રસાયણ મુકત ખેત ઉત્પાદનોનું વેંચાણ કમ પ્રદર્શન કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો