તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગી ધારાસભ્ય પૂંજા વંશને ધમકીનો ફોન, ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા શખસે પ્રાઈવેટ નંબરથી ધમકીના ટોનમાં બેફામ ગાળાગાળી કરી હોવાની ઘટના બની છે. બે દિવસ સતત ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પૂંજાભાઈએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

ધારાસભ્ય પૂંજાભાઇ વંશ ગાંધીનગરમાં સેક્ટર-21 ખાતે MLA ક્વાટર્સમાં રહે છે. તેમણે સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રીજી જાન્યુઆરીએ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ પર ‘પ્રાઇવેટ નંબર’ પરથી ફોન આવ્યો હતો.

ફોનમાં સામેવાળી અજાણી વ્યક્તિએ ગુજરાતી ભાષામાં જેમ ફાવે તેમ અભદ્ર અને બીભત્સ ગાળાગાળી કરી હતી. આ ધારક પોતાની શારીરિક કે અન્ય રીતે નુકસાન કરે તેવી ભીતિ હોવાને કારણે ધારાસભ્ય પૂંજાભાઈએ પોલીસ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...