તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવ સંપન્ન : 2.5 લાખ વૈષ્ણવો ઉમટ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : વડાલ કાથરોટા રોડ પર નિર્માણાધિન પુષ્ટિ સંસ્કાર ધામના ત્રિદિવસીય પ્રારંભ મહોત્સવનું રવિવારે સમાપન થયું છે. અંતિમ દિવસે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞ પ્રાગટ્ય અર્થે દિવાસળીનો ઉપયોગ ન કરતા લાકડાના ઘર્ષણથી અગ્નિદેવનું આહવાન કરાયું હતું. બાદમાં 90 યજ્ઞકુંડમાં 90 યજમાન પરિવારોએ યજ્ઞનારાયણ દેવને આહૂતિ આપી હતી. બપોરે ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજના આશિર્વાદ સાથે ગોસ્વામી પિયૂષ બાવાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાંજના પાઠશાળાના બાળકોએ વેદોના મંત્રો સાથે સાંસ્કૃત્તિક કાર્યક્રમ, દેવભાષા સંસ્કૃતમાં વાર્તાલાપ રજૂ કર્યો હતો. આ તકે મહંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, વિજયબાપુ, મહાદેવ ભારતીબાપુ સહિતના સંતોની ઉપસ્થિતી રહી હતી. ત્રિ દિવસીય મહોત્સવનો 2.5 લાખથી વધુ વૈષ્ણવોએ લાભ લઇ ધન્યતા અનુભવી હોવાનું પ્રોજેકટ કન્વીનર આનંદ ઠક્કર, સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું. ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો