તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં CMની બેઠક મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે સીએમએ ગાંધીનગરમાં બેઠક કરી હતી. આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જૂનાગઢ એ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં યાત્રાળુઓ, ભાવિકો, મુલાકાતીઓ જૂનાગઢની મુલાકાત લે છે. ત્યારે ઐતિહાસિક અને ધાર્મિક વિરાસત ધરાવતા જૂનાગઢ શહેરનો સંપુર્ણ વિકાસ થાય અને આવનાર પ્રવાસીને એક જોવા લાયક નઝરાણું મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે શું કરી શકાય તે અંગેની ચર્ચા કરવા મુખ્યમંત્રીએ પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા. મંગળવારે પદાધિકારીઓ સાથે બેઠક કરી મુખ્યમંત્રીએ જૂનાગઢમાં નવું શું કરી શકાય? તેનો એકશન પ્લાન આપવા જણાવ્યું હતું. આ સાથે જરૂરી તમામ કાર્યો માટે પુરતી ગ્રાન્ટ આપવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...