તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ : ભવનાથમાં સફાઇ માટે 625 કર્મીઓને 36 ઝોનમાં ફાળવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સફાઇ : ભવનાથમાં સફાઇ માટે 625 કર્મીઓને 36 ઝોનમાં ફાળવ્યા છે. આ ઉપરાંત 2 એજન્સીના કર્મીઓને પણ કામગીરી સોંપાઇ છે. કચરા માટે 12 કન્ટેનર, ડોર ટુ ડોરના 27 વાહનો ફાળવ્યા છે.

વ્યવસ્થા : મેળામાં પાણી, ફાયર, લાઇટ, માહિતી કેન્દ્ર અને આરોગ્ય વગેરેની કામગીરી માટે મનપાના કુલ 400ના સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.

સુરક્ષા : 48 સીસીટીવી કેમેરા, 14 ડીવાયએસપી,30 પીઆઇ, 175 પીએસઆઇ,એસઆરપીની 3 કંપની, બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝેબલ માટેની 6 ટીમ, ક્યુઆરટીની 5 ટીમ અને સ્નીફર ડોગ સુરક્ષામાં રહેશે.

કલાકાર : કૈલાસ ખેર, કિર્તીદાન ગઢવી,માયાભાઇ આહિર, ભરતભાઇ બારૈયા,શિતલબેન બારોટ,પદ્મશ્રી ભીખુદાન ગઢવી,બિરજુ બારોટ,ગીતાબેન રબારી તેમજ સ્થાનીક અનેક કલાકારો ભજન, શિવતાંડવ,હાસ્યરસ, લોકડાયરો રજૂ કરશે.

રવાડી : અગ્નિ અખાડાથી શરૂ થઇ દત્તચોક, ઇન્દ્રભારતી બાપુના ગેઇટ, ભારતીબાપુના આશ્રમ સહિતના વિસ્તારમાં ફરી ભવનાથ મંદિર સ્થિત મૃગીકુંડ ખાતે રાત્રીના 12 વાગ્યે સ્નાન સાથે સંપન્ન થશે.

ધર્મસભા : 1 માર્ચે પ્રકૃતિધામ ખાતે 3 થી 6 દરમિયાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં હિન્દુ ધર્મસભાના કન્વીનર પરમાત્માનંદજીની વિશેષ ઉપસ્થિતીમાં ધર્મસભા. જયારે 2 માર્ચે એ જ સ્થળે અને એ જ સમયે સાધ્વી રૂતુંભરાદેવીની અધ્યક્ષતામાં ધર્મસભા યોજાશે.3 માર્ચે એ જ સ્થળ અને એ જ સમયે મોરારીબાપુ, કૈલાસાનંદજી મહારાજની ધર્મસભા

પાર્કીંગ : જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, ભરડાવાવ, મેડીકલ કોલેજ અને મજેવડીથી ભવનાથ તરફના રસ્તા પાસે રહેશે.

પરિવહન : જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી એસટી 50 મિની બસ દોડાવશે જયારે 9 ડેપોની મળી 200 બસ અન્ય શહેરોમાં દોડાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો