તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો, ગૃહિણીઓ, શિક્ષકો, ડોક્ટરો પણ શીખી રહ્યા છે સંસ્કૃત ભાષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે. પરંતુ તેની સભાનતા છે ખરી ω આ પ્રશ્ન એટલા માટે કે જે ભાષાના બળે રાષ્ટ્રનું વ્યક્તિત્વ ઘડાયેલુ છે તેવી દેવભાષાથી આપણે વિમુખ થઇ ગયા છીએ. પરંતુ આપણી દેવભાષા સંસ્કૃતનો આજે આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ થઇ રહ્યો છે એ પણ અનુસ્નાતક કક્ષાએ. આજે ભારતમાં 45 અને વિદેશમાં આશરે 260 જેટલી સંસ્કૃત યુનિવર્સિટીઓ કાર્યરત છે. જર્મની, ડેન્માર્ક જેવા કેટલાક દેશોમાં પ્રાથમિક શાળા સ્તરેથી સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે છે. અમેરીકાની એક યુનિવર્સિટીમાં ભગવદગીતા અભ્યાસ ક્રમમાં દાખલ કરેલ છે તો અમેરીકાના અવકાશ સંશોધન સંસ્થા નાસાના સમગ્ર કર્મચારીઓ, વૈજ્ઞાનિકોને દર 15 દિવસે એક વખત સંસ્કૃત ભાષાનો અભ્યાસ ફરજીયાત છે. સાવ સુકાઇ ગયેલા છોડને ફરી સજીવન કરવાનું ભગીરથ કાર્ય સંસ્કૃત ભારતી નામની અખિલ ભારતીય સંસ્થા દ્વારા-સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર માત્ર ભારતમાં જ નહિ પરંતુ અન્ય દેશોમાં પણ ચાલી રહ્યું છે. આજ સુધીમાં 1 લાખ લોકોએ સંસ્કૃત સંભાષણ પ્રશિક્ષણ શિબિરનો લાભ લીધો છે. જેમાં 8 હજાર જેટલા શિક્ષકોને તાલીમ, 250 પુસ્તકોનું પ્રકાશન, 5 સંસ્કૃત ગ્રામનો વિકાસ જેવાં અદભુત કાર્ય કરવામાં આવી રહ્યા઼ છે. આ સંભાષણ શિબિરો સમગ્ર રાષ્ટ્રમાં, સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે તેમજ આપણા શહેર જૂનાગઢમાં પણ દાનીરાયજીની હવેલીના સંચાલક રવીબાવાના અધ્યક્ષ પદ હેઠળ સંસ્કૃત ભાષા જાગૃતિ બાબતે સંસ્થા દ્વારા એક કરતા વધારે કાર્યક્રમો યોજાઇ રહેલ છે. જેના લીધે આ શહેરનાં કેટલાય બાળકો, ગૃહિણીઓ, ગૃહસ્થો, સમાજના અલગ-અલગ સ્તરમાંથી આવતા નાગરિકો સંસ્કૃત ભાષા, તેની ભવ્યતા અને સામર્થ્યથી અવગત થઇ રહ્યાં છે અને વ્યવહારમાં સંસ્કૃતભાષાનો ઉપયોગ કરવા લાગ્યા છે. સંસ્કૃત ભાષા વિશે આપણી ઘર કરી ગયેલી કેટલીક ગેરમાન્યતાઓ જેવી કે આ ભાષા કઠીન છે, અાજનાં સમયમાં સંસ્કૃત ભાષાનો કશો જ ઉપયોગ નથી.. વગેરેનો મુળમાંથી છેદ કરે છે. વાસ્તવીક બાબત એ છે કે, આપણુ તત્વ ચિંતન, આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ સંસ્કૃત ભાષા મારફતે આપણને મળેલ છે એટલુ જ નહિ આપણી માતૃભાષા ગુજરાતી પણ આપણને સંસ્કૃત ભાષા મારફતે જ મળી છે ત્યારે સંસ્કૃત સંભાષણ શિબિરનો વધુને વધુ લોકો લાભ તેવો અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...