તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય કર્મીઓની હડતાળ, કામદાર યુનિયન દ્વારા ધરણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 અને 9 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

આ હડતાળમાં જૂનાગઢના કર્મીઓ પણ જોડાશે. દરમિયાન સેન્ટર ઓફ ઇન્ડીયા ટ્રેડ યુનિયન્સ અને લાલવાવટા કામદાર યુનિવર્સિટીના બટુકભાઇ મકવાણાના જણાવ્યા અનુસાર આ 2 દિવસ દરમિયાન ધરણાં કરી વિરોધ દર્શાવવામાં આવશે. 8 અને 9 જાન્યુઆરીના રોજ સવારના 11 થી બપોરના 1:30 સુધી ઝાંસીની રાણીની પ્રતિમા પાસે બેસી ધરણાં કરવામાં આવશે. ખાસ કરીને કર્મીઓના લઘુત્તમ વેતન 18000 કરવા, નિવૃત્તિ પેન્શન 6000 કરવા, બેન્ક, વિમા, રેલવે, ટેલીકોમ, આઇસીડીએસ અને હેલ્થ સેન્ટરોના ખાનગીકરણ અટકાવવ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા, મજૂર કાયદાનો કડક અમલ કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવાની માંગ સાથે ધરણાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...