વડાલમાં શનિવારે આશાદેવી માતાનાં 28માં પાટોત્સવની કરાશે ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : વડાલ ખાતે આવેલ શ્રી આશાપુરા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી આશાદેવી માતાજીનો 28 મો પાટોત્સવ ઉજવવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત 6 એપ્રિલ ને શનિવારે 9 વાગ્યે મંગળા આરતી અને શ્રી લક્ષ્મી યજ્ઞ, 10 વાગ્યે અન્નકુટ દર્શન, 12 :39 વાગ્યે બીડું હોમાશે અને 12 થી 2 દરમીયાન મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ 5 એપ્રિલ શુક્રવારે રાત્રીના 9:30 વાગ્યે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાશે.