તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં એક વર્ષ પહેલા સીસીટીવી કેમેરા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં એક વર્ષ પહેલા સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે. પરંતુ તેના લોકાર્પણના વાંકે હજુસુધી શરૂ કરવામાં આવ્યા ન હતાં ત્યારે આજે દેશના ગૃહમંત્રી અમીત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 27 જિલ્લામાં સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢ શહેરના વિવિધ 53 સ્થળોએ 246 જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે. જે હવે શરૂ થઇ ગયા છે. જુદા જુદા સ્થળો પર લગાવવામાં આવેલ કેમેરા દ્વારા નાઇટ વિઝન અને હાઇડેફિનેશન કેમેરાથી બાજ નજર રહેશે જેના કારણે ગુનાખોરી પણ ઘટશે. તે ઉપરાંત આગામી દિવસોમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા ઇ-ચલણની પદ્ધતિનો પ્રારંભ પણ કરવામાં આવશે તેવુ જાણવા મળી રહ્યું છે. આજે શનિવારે પોલીસ અધિક્ષક કચેરી ખાતે નવા કંટ્રોલરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે અને શહેરના સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ અહિંયા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો