તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાંઝરડા રોડના મકાનમાંથી રોકડ રૂપિયા, સામાનની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલા એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના બંધ દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રૂપિયા, ઘડીયા અને રસોડાના વાસણની ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ, જતેન્દ્ર પાર્ક સી-10માં રહેતા અશ્વીનભાઇ જયશંકરભાઇ પાઠકના મકાનમાં અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને અંદર પ્રવેશ કરી બેગમાંથી રોકડ રૂપિયા 35,000 તથા રસોડામાંથી કુકર, ત્રાબા અને સ્ટીલના ત્રાસ તથા કાંડા ઘડીયાર સહિત કુલ 39,700 રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ અંગે અશ્વીનભાઇએ અજાણ્યા શખ્સો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ એન.જી.પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...