તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવીલના ગેઇટ પાસે પાર્ક કરેલી કાર સિક્યુરીટીને દેખાતી નથી !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. વિશાળ જગ્યામાં બનેલી સિવીલમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવી રહ્યા છે જેને કારણે એમ્બ્યુલન્સને પણ મુશ્કેલી વેઠવી પડે છે. નવા આવેલા સિવીલ સુપ્રિન્ટેન્ડટ ડો.બગડા દ્વારા અનેક નિયમો બનાવામાં આવ્યા છે. સિવીલના તાત્કાલીક ગેઇટને બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાંથી માત્ર ઇમજન્સી દર્દીઓને જ જાવા દેવામાં આવે છે તેમજ રસ્તા બાજુનો ગેઇટ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જ્યાંથી રોજના મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર રહે છે પરંતુ ગેઇટ પાસે કાર પાર્ક કરી દેવાઇ છે તેમની સામે કોઇ પગલા લેવામાં આવતા નથી. સિક્યુરીટી દ્વારા વાહનો પાર્કિંગમાં જ રાખવાનું કહેવામાં આવે છે પરંતુ આ કારને ગેઇટ સામે જ પાર્ક કરે છે તેમ છતાં સિક્યુરીટીને કાર નજર આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...