તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 ગાંઠોથી સર કરી શકાય કપરા શિખરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ગિરનાર પર્વત પર હાલ પંડિત દિનદયાલ પર્વતારોહણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા 30 વર્ષના અનુભવી પ્રશિક્ષકોની રાહબારી હેઠળ દેશભરના 23 યુવાનો અને 7 યુવતીઓ ગિરનારની ગીરી કંદરાઓનું ખેડાણ કરી રહ્યા છે. આ વર્ષે ગિરનારના બે હજાર પગથીયા પાસેથી જૈન દેરાસરના પાછળના વિસ્તારને આવરી લઇ આશરે 1,200 ફુટના નવા બે રૂટની ઓળખ કરવામાં આવશે તેમ શિબિરના પ્રમુખ નિરત ભટ્ટે જણાવ્યું હતું. પર્યાવરણની જાણવણી સાથે ગીધ વસાહતથી સલામત અંતર રાખી નવા બે રૂટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહકો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બનશે. અહિ નજીકના અંતરે પર્વતારોહકોને સારી સુવિધા મળી રહે છે. આ તકે કે.પી.રાજપુત, ઉપેન્દ્રસિંહ રાઠોડ, કમલસીંગ રાજપુત, મનિષ પરમાર સહિત આ શિબિરમાં દેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર કલ્પેશભાઇ અને મુળુભાઇ પણ સહભાગી બન્યા હતાં.

ગિરનાર પર્વત પર રોક ક્લાઇમ્બીંગ માટે નવા બે રૂટોની ઓળખ કરાશે

છોકરીઓ પણ રોક ક્લાઇમ્બીંગમાં પાછળ નથી | પર્વતારોહણ કેમ્પમાં સાત છોકરીઓ પૈકી ગુજરાતની અમી પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે છોકરીઓને ઉંચાઇથી ડર લાગતો હોય છે. રોક ક્લાઇમ્બીંગથી ઉંચાઇનો ડર દુર થાય છે, આત્મવિશ્વાસ વધે છે. પર્વતારોહણ માટે છોકરીઓમાં અવેરનેશ ઓછી છે પરંતુ છોકરીઓ પણ તમામ કાર્યો કરી શકે છે.

પર્વતારોહીનો જીવ 20 ગાંઠ પર ટકેલો

પર્વતારોહણ માટે વિવિધ પ્રકારના મજબુત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે મનિષભાઇ પરમારે જણાવ્યું હતું કે, પર્વતારોહકને સેફ્ટી માટે રોપને સાંકળતી વિવિધ પ્રકારની 20 ગાંઠોનું મહત્વ હોય છે. આ ગાંઠોના નામ પણ અનોખા છે જેમ કે, ઓવર એન્ડ લુપ, રીફ નોટ, ક્લો હીચ, બોલાઇન, ટર્બક, ટીમ્બર હીચ, એન્ડ મેન ડી, ફીગર ઓફ એઇટ. આ ગાંઠો પર્વતારોહકને રોકથી પડતા બચાવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો