તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથમાં મનપાની કામગીરીથી વેપારીઓ, પાથરણાવાળામાં રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના ભવનાથમાં મનપાની કામગીરીથી વેપારીઓ તેમજ પાથરણાં વાળાઓમાં રોષ વ્યાપી ગયો છે. મનપાની દબાણ શાખા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાની વેપારીઓએ રાવ કરી છે. મનપાની કામગીરી સામે કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ પણ દર્શાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભવનાથમાં પ્રતિ વર્ષ યોજાતા મહા શિવરાત્રીના મેળાને ચાલુ વર્ષે કુંભમેળો જાહેર કર્યો હોય ભાવિકોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને લઇને મનપા દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં દર વર્ષે રોડ પર બેસી વેપાર કરતા પાથરણા વાળાને પણ બેસવા દેવામાં ન આવતા 600 જેટલા પાથરણાં વાળામાં રોષ વ્યાપી ગયો છે. જયારે ભવનાથમાં દુકાનોના છાપરા વધુ પડતા બહાર હોય ટ્રાફિકમાં અડચણરૂપ હોય તેને દૂર કરવા દબાણ શાખાએ તાકીદ કરી હતી. આવી કામગીરીના કારણે ભવનાથના વેપારીઓમાં રોષ વ્યાપી જતા કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ જતાવ્યો હતો. વેપારીઅોનું કહેવું હતું કે રસ્તામાં મનપાએ સ્ટોલ ઉભા કર્યા તેનાથી ટ્રાફિક નથી થતો અને અમારા છાપરાથી જ ટ્રાફિક થાય છે.ω

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો