તૂટેલી પાઇપ લાઇન મનપા કમિશ્નરે માથે ઉભી રીપેર કરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ઉપરકોટ નજીક છેલ્લા બે દિવસથી પીવાના પાણીની પાઇપ લાઇન તુટી ગઇ હોવાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો હતો. આ અંગે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા મનપા દોડતું થઇ ગયું હતું અને કમિશ્નરે માથે રહી તુટેલા પાઇપનું રીપેરીંગ કામ કરાવ્યું હતું. ઉપરકોટ નજીક પાણીની પાઇપ લાઇન તુટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય અને અહીં આવતા પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડતી હોય તેમજ આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આ અહેવાલ બાદ મનપાના કમિશ્નર તુષાર સુમેરા સહિતનો સ્ટાફ સવારના 8 વાગ્યે ઉપરકોટ ખાતે પહોંચી ગયો હતો અને માથે રહી તુટેલી પાઇપ લાઇનનું રીપેરીંગ કામ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...