તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં આજે પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિની થશે ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતિની જૂનાગઢમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. 19 એપ્રિલ શુક્રવાર ચૈત્ર સુદ પૂનમના દિવસે અંજનીપુત્ર બજરંગ બલીના જન્મ દિવસ નિમિત્તે શહેરના અનેક હનુમાન મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી, હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન તેમજ સમુહ પ્રસાદના કાર્યક્રમો કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં વ્હેલી સવારથી જ ભાવિકોની દર્શન અને પૂજન માટે લાઇનો લાગશે. કપિરાજને આંકડાની માળા, તેલ, સિંદુર ચડાવવામાં આવશે અને તેમના આશિર્વાદ લેવામાં આવશે. શહેરના ચૈતન્ય હનુમાન મંદિર, લંબે હનુમાન મંદિર, તત્કાલ હનુમાન મંદિર સહિતના મંદિરોમાં ભકતોની ભીડ રહેશે. હનુમાન જયંતિને લઇને અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...