તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઇશ્રી ભાગવતમાં રાજધર્મ વિષય પર વ્યાખ્યાન આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત રૂપાયતન ખાતે પરંપરા અનુસાર આગામી તા.14 ને સોમવારના રોજ સાંજના 5 કલાકે સંસ્થાના પરિસરમા ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.

જૂનાગઢ મકરસંક્રાતિના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જાહેર જીવનમા આગવુ પ્રદાન કરનાર, અગ્રીમ હરોળના ધારાશાસ્ત્રી અને રૂપાયતન સંસ્થાના પૂર્વ પ્રમુખ દિવ્યકાંત નાણાવટીની સ્મૃતિમા દિવ્યકાંત નાણાવટી સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. આ ઉપરાંત ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા ભાગવતમા રાજધર્મ વિષય પર વ્યાખ્યાન આપશે. આ અવસરે સંસ્થાના પરિસરમાં કાયાકલ્પ કરેલ મા માનસી ભવનનુ લોકાર્પણ કૃષિ મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે કરાશે. તેમજ વૈચારિક સામ્યતા અને આત્મિયતા ધરાવતા મહાનુભાવો હેમાબેન આચાર્ય, મોહનભાઇ પટેલ અને મનસુખભાઇ માંડવીયાનુ સન્માન કરવામાં આવશે. ત્યારે આ ત્રિવિધ કાર્યક્રમમા શહેરીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...