તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવદ્ ગીતા સ્પર્ધા : 55 શાળાના 13 હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં પુણે ઇસ્કોન મંદિર દ્વારા ભગવદ્ ગીતા પરથી એમસીક્યુ આધારીત પ્રશ્નોના ઉત્તર આપવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની કુલ 55 શાળાના આશરે 13 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં માંગનાથ રોડ સ્થિત સરસ્વતી સ્કૂલના ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચોક્સી વત્સલ કેતનભાઇ અને ચૌહાણ હાર્દિક જયંતિભાઇએ જૂનાગઢ જિલ્લામાં ક્રમશ: પ્રથમ અને પાંચમો રેન્ક મેળવી જૂનાગઢ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિજેતા થયેલ આ બાળકોને ઇસ્કોન મંદિર દ્વારા પ્રોત્સાહનરૂપે પ્રથમ રેન્ક મેળવનાર વત્સલને સાયકલ અને પાંચમો રેન્ક મેળવનાર હાર્દિકને 64 જીબી પેનડ્રાઇવ આપવામાં અાવી હતી. બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શાળાના સંચાલક પ્રદિપ ખીમાણી, જગદીશ ખીમાણી સહિતના સંચાલકો અને સ્ટાફે બિરદાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો