તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચલાવતી વખતે કાળજી રાખવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહન ચલાવતી વખતે કાળજી રાખવી
ઉત્તરાયણના દિવસે સ્કૂટર, બાઈક કે સાઇકલ જેવા વાહનોથી શક્ય તેટલું પરિવહન ટાળવું જોઇએ. જો જવાનું થાય તો ગળા પર રૂમાલ કે કાપડ બાંધવું તેમજ હેલ્મેટ કે પછી ચશ્માં પહેરવા જોઇએ. કારણ કે ઉત્તરાયણના દિવસે નક્કી નથી રહેતું કે દોરો ક્યાથી આવી અટવાઈ જાય. અગાશી પર પતંગ ચગાવતી વખતે બાળકો પર ખાસ ધ્યાન રાખવું જોઇએ. બાળકોની પતંગ વીજતારમાં ફસાય તો તેને કાઢવાને બદલે દોરો તોડી નાખવો. અગાશી પર ફર્સ્ટ એઈડ કિટ રાખવી અને દોરાને કારણે આંગળી કે હાથમાં કાપો પડે તો પાણીથી સાફ કરી ડ્રેસિંગ તાત્કાલિક કરવું નહીંતર ઈન્ફેક્શન લાગી શકે છે.

પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તો 1962માં ફોન કરવો
ઉત્તરાયણમાં પક્ષીઓને ઈજા થતી હોય છે. માટે જિલ્લા તંત્રે શહેરમાં 6 જગ્યાએ પક્ષી સારવાર કેમ્પ શરૂ કર્યા છે. ઉપરાંત કરુણા એમ્બ્યુલન્સના ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરી શકાશે. આ ઉપરાંત કરુણા ફાઉન્ડેશનની અલગ અલગ હેલ્પલાઈન પર ફોન કરવાથી પક્ષીની સ્થળ પર પણ સારવાર કરી શકાશે જેથી માસૂમ પક્ષીઓનો જીવ બચી શકે.

અન્ય સમાચારો પણ છે...