કેશાેદમાં ટ્રાવેલ્સ ડિટેઇન કરવા મુદ્દે STનાં અધિકારી પર હુમલાે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદમાં જૂનાગઢ બાયપાસ ચાેકડી પર એસટીનાં સીઓ દ્વારા પોલીસને સાથે રાખી વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહયું હતું. ત્યારે એક ખાનગી બસનાં ચાલક સહિત 10 શખ્સોએ માથાકુટ કરી સુરક્ષા અધિકારી સાથે હાથાપાઇ કરી ઇજા પહોંચાડતાં હોસ્પિટલે સારવારમાં દાખલ કરાયાં હતાં. પોલીસે હુમલો કરનાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાેલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશાેદ -જૂનાગઢ બાયપાસ ચાેકડી પર પાેલીસ સ્ટાફને સાથે રાખી એસટી વિભાગના સેન્ટ્રલ સ્કવોર્ડ દ્વારા વાહનોનું ચેકિંગ કરાઇ રહયું હતું. ત્યારે જૂનાગઢ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ નં. જીજે- 11- X- 0357ને રોકીને ડિટેઇન કરતાં આ બસનાં ચાલક વસીમ યુનુશ જેઠવાએ પાેતાની બસને છાેડાવવા ખુદે જ માથાના ભાગે પથ્થર મારી, મારે મરી જવું છે એવો ઢાેંગ રચી તેના ભાઇ તનવીરને ફાેન કરી બાેલાવી લીધો હતાે. બાદમાં આ બે ભાઇ સહિતનાં 10 શખ્સોએ અધિકારી પંકજભાઇ વિઠ્ઠલભાઇ માકડિયાની સરકારી ગાડી નં. જીજે -18- જીએ -2441નાં કાચ તાેડી તેમને નીચે ઉતારી પાઇપ, ઢીકાપાટુનો માર મારી ટીશર્ટ ફાડી નાંખી ઇજા પહોંચાડી હતી.

આ ઘટનાને પગલે પોલીસે દોડી આવી તેમને બચાવી લઇ હોસ્પિટલે સારવારમાં ખસેડયાં હતાં. આ બનાવમાં અધિકારીનાં નિવેદન આધારે બે ભાઇ સહિત 10 શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ એમ.સી. બાલસે આ શખ્સોને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

હુમલાની ઘટનાનાં પગલે પોલીસનો કાફલો દોડી ગયો. તસ્વીર - પ્રવિણ કરંગીયા

હુમલાખોર શખ્સે ખુદે જ માથામાં પથ્થર માર્યો

અન્ય સમાચારો પણ છે...