મહા શિવરાત્રીના મેળામાં 3 ટ્રેન,115 એકસ્ટ્રા બસ દોડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિવરાત્રીના મેળાને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી મેળો કરવા આવતા મુસાફરો માટે તંત્રમાં એકસ્ટ્રા ટ્રેન અને બસની સુવિધા કરાઇ છે. જેથી કરીને શિવરાત્રીનો મેળો કરવા આવતા ભક્તોને મુસાફરીમાં મુશ્કેલી ન વેઠવી પડે ત્યારે હવે શિવરાત્રીના મેળાને ગણતરીના જ દિવસો રહ્યા છે. જેને લઇને રેલ્વે વિભાગ દ્વારા એક મીટરગેજ અને બે પેસેન્જર ટ્રેન એકસ્ટ્રા દોડાવવામાં આવશે. તેમજ એસટી વિભાગ દ્વારા 115 બસોની જરૂર હોવાની તંત્ર પાસે માંગ કરી છે. શિવરાત્રીના મેળાને લઇને રેલ્વે વિભાગ દ્વારા તા.17 થી 21 ફેબ્રુઆરી સુધી 3 એકસ્ટ્રા ટ્રેન દોડાવાશે. જેમાં જૂનાગઢ-સત્તાધાર-જૂનાગઢ સવારે 10:50 વાગ્યે ઉપડશે અને 12:40 સત્તાધાર પહોંચશે. બાદ સત્તાધારથી 1:15 વાગ્યે ઉપડશે અને 2:50 વાગ્યે પરત જૂનાગઢ પહોંચશે. તે ઉપરાંત રાજકોટ-જૂનાગઢ-રાજકોટ અને સોમનાથ-જૂનાગઢ-સોમનાથ ટ્રેન પર એકસ્ટ્રા શરૂ કરવામાં આવશે. ત્યારે ભક્તોની ભીડને લઇને એસટી વિભાગ દ્વારા પણ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને મેળા દરમિયાન 40 મીની બસ અને 75 ડીલક્ષ બસની જરૂરીયાત હોય છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાસે નવી બસોની માંગ કરી છે. 115 નવી બસ આવ્યા બાદ મેળામાં દોડાવવામાં આવશે. ગત વર્ષે એસટી વિભાગે શિવરાત્રીના મેળામાં 4461 ટ્રીપો કરી 306191 કિમી દોડાવી હતી.

જૂનાગઢ-સત્તાધાર, રાજકોટ-જૂનાગઢ અને સોમનાથ-જૂનાગઢ વચ્ચે ટ્રેન દોડાવાશે

ભક્તોની ભીડને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...