તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યૂ ખાતે આજે પતંગોત્સવમાં જેઠાલાલ, બબીતા સહિત 8 કલાકારો જમાવટ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે 80 હજાર સ્ક્વેર ફુટ વિસ્તારમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવનાર છે. ત્યારે પતંગોત્સવમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકારો જેઠાલાલ, બબીતા, સુંદર, નટુકાકા, બાઘા સહીત પત્રકાર પોપટલાલ અને ટપુ સેના પણ હાજર રહી આકર્ષણ જમાવશે. પતંગ મહોત્સવના ભાગરૂપે 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લઇ લાંબી અને રંગ બે રંગી ડિઝાઈનો વળી પતંગો ચકાવશે, પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ આ પતંગ મહોત્સવ માં હાજરી આપવા હાજર રહેશે.

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કરાયેલા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીકના લીમડી હેલીપેડ ખાતે આજે 8 મી જાન્યુઆરીના રોજ એક દિવસીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. 80 હજાર સ્ક્વેર ફુટના વિસ્તારમાં યોજાનારા પતંગોત્સવની તમામ તૈયારીઓને જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા તથા તેમની ટીમ દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.

લીમડી હેલિપેડ ખાતે પતંગયુદ્ધ છેડાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લીમડી હેલીપેડ માં લગભગ 200 x 400 એટલે 80 હજાર સ્કેરફુટની વિશાલ જગ્યામાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અને પતંગ બાજો માટે 15x 15 એટલે 225 સ્ક્વે રફુટમાં 35 જેટલા સ્ટોલ બનાવશે. એક સ્ટેજ બનાવશે જ્યાં મુખ્ય મહેમાન મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પતંગોત્સવને ખુલ્લો મુકાશે.

અન્ય સમાચારો પણ છે...