તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મંદિર ખાતે સાધુ - સંતોની બેઠક મળી હતી.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભવનાથ મંદિર ખાતે સાધુ - સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં શહીદોના માનમાં હાથી, ઘોડા, બેન્ડવાજા વિના સાદગીથી રવેડી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે, પ્રથમ વખત શિવરાત્રી મેળાને કુંભમેળો જાહેર કરવામાં આવ્યો છે અને સરકારે પૂરતી ગ્રાન્ટ પણ આપી છે ત્યારે ભવ્યાતિભવ્ય રીતે પર્વને મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 4 માર્ચે નિકળનારી રવેડીમાં હાથી, ઘોડા, બેન્ડવાજાની સૂરાવલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પુલવામાં આતંકી દ્વારા થયેલા હુમલામાં આપણા જવાનો શહીદ થતા તેમના માનમાં હાથી, ઘોડા, બેન્ડવાજા વિના જ સાદગીથી રવેડી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાધુ- સંતો, દશનામ અખાડા, નાગા સન્યાસી દ્વારા 10 લાખની રાશી શહીદોના પરિવારને આપવામાં આવશે. જયારે મંદિરમાં અલગથી રાખવામાં આવનાર ગોલોકમાં આવેલ દાનની રકમ પણ શેરનાથ બાપુ સહિતના સંતોની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર મારફત શહીદોને આપવામાં આવશે.બેઠકમાં હરિગીરી મહારાજ ઉપરાંત મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ, ઋષીભારતી બાપુ,કમંડળ કુંડની જગ્યાના મુકતાનંદગીરી બાપુ સહિતના સંતો તેમજ મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે.મેયર ગીરીશ કોટેચા, શૈલેષ દવે, પ્રદિપભાઇ ખીમાણી, પુનીત શર્મા, નિર્ભય પુરોહિત,એભા કટારા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો