તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય કર્મીઓ દ્વારા શહીદોને રૂપિયા 1 લાખની સહાય અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઇ વડારીયા અને મહામંત્રી કે.બી.સોલંકીએ જણાવ્યું હતું કે પોતાની વિવિધ માંગને લઇને આરોગ્ય કર્મીઓ છેલ્લા 10 દિવસથી હડતાળ પર બેઠા છે પરંતુ સરકાર સંવેદનહિન હોય તેમ કોઇ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ સરકાર ભલે સંવેદન હિન હોય અમારી સંવેદના મરી પરવારી નથી.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે સહાયની વાત કરતા તમામ કર્મીઓએ છૂટા હાથે સહાય આપતા 1,01,111ની રાશી અેકત્ર થયેલ છે. આ રકમ આપી આરોગ્ય કર્મીઓએ માનવતા અને દેશપ્રેમનું પણ આદર્શ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા અગાઉ પણ રકતદાન કરી માનવતાનું કાર્ય કર્યું હતું. જોકે જયાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ જારી રાખવાનો હુંકાર આરોગ્ય કર્મીઓએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો