તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં અસામાજીક તત્વોએ ખુરશી તોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર રહે છે. સિવીલમાં રેઢુ રાજ હોય તેમ અસામાજીક તત્વો ઘુસી જતા હોય છે અને તોડફોડ કરતા હોય છે. દર્દીઓને બેસવા માટેની ખુરશીઓ પણ તોડી નાખી છે તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓને ધ્યાને આવતું નથી. સિવીલમાં નવા આવેલા સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો. ભાવેશ બગડા દ્વારા તમામ સ્ટાફને કામગીરી બાબતે સૂચના આપી દેવામાં આવી હતી તે ઉપરાંત સિવીલમાં અસામાજીક તત્વો ન ઘુસે તે માટે સિક્યુરીટીને તાકીદ કર્યા હતા અને તાત્કાલીક સારવાર તરફનો દરવાજો લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં પણ અસામાજીક તત્વો ઘુસી જતા હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રોમા સેન્ટર નજીક દર્દીઓને બેસવા માટેની બેન્ચો તોડી નાખવામાં આવી છે તેમ છતાં જવાબદાર અધિકારીઓને ધ્યાને આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...