તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણે કે વરૂણ દેવે રેકોર્ડ તોડવો હોય તેમ ચાલુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણે કે વરૂણ દેવે રેકોર્ડ તોડવો હોય તેમ ચાલુ વર્ષે ભીમ અગીયારસથી શરૂ થયેલો વરસાદ ભાદરવો મહિનો પણ પુરો વરસ્યો હતો. જોકે જૂના વડીલોનાં કહેવા મુજબ પહેલાનાં સમયમાં આટલો વરસાદ પડતો. પરંતુ હાલ થોડા વર્ષોથી આવો વરસાદ પડવો બંધ થયો હોય ત્યારે આ વરસાદ સૌ કોઇ માટે અચરજ આપે તેવો છે. વિસાવદરમાં તો પહેલે થી જૂનાગઢ જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાઇ ચુકયો છે. ત્યારે ત્યાં વધુ સાડા ચાર ઇંચ વરસાદ શનિવારનાં રોજ વરસી જવા પામ્યો હતો. જયારે જિલ્લામાં સવાર થી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો અને જૂનાગઢ શહેરમાંપણ અડધા ઇંચ જેવો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પુરા દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું. જિલ્લાનાં કેશોદ, માણાવદર અને માળિયામાં અડધા ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. જયારે મેંદરડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. હાલ લોકોમાં લીલો દુકાળ પડશે તેવી ભીતિ સેવાઇ રહી છે. કારણ કે હાલ લગભગ તાલુકાઓમાં 100 ટકા જેવો વરસાદ થઇ જવા પામ્યો છે. ત્યારે હાલ હવે વરસાદ ખમૈયા કરે તેવી રાહ જોવાઇ રહી છે. કારણ કે હાલ મગફળી પાકી ગઇ હોય અને ઉપાડવાનો સમય હોય ત્યારે જો વરાપ નહીં નિકળે તો મગફળીનાં પાકને નુકશાની જવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હાલ સૌ કોઇ વરૂણ દેવને પ્રાર્થના કરી હવે તે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...