તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં ગેરરિતીને પગલે સુપાસીની અર્જુન કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી સેમેસ્ટર-4ની પરીક્ષામાં બીએસસીનું કેમેસ્ટ્રી પેપર લીક થઇ જતા વોટ્સઅપમાં વાઇરલ થઇ ગયું હતું જેને લઇને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.

આ પેપર સુપાસીની અર્જુન કોલેજમાં પરીક્ષા આપતો એક વિદ્યાર્થીએ લીક કર્યુ હતું જેમાં પોલીસે બે વિદ્યાર્થી\\\"ની ધરપકડ કરી પુછપરછ કરતા અર્જુન કોલેજમાં પરીક્ષાના સમય કરતા વહેલું પેપર આપી દેવામાં આવતું હોવાથી એક વિદ્યાર્થી દ્વારા આ પેપર તેમના મિત્રને વોટ્સઅપ કર્યુ હતું જેને લઇને પેપર લીક થઇ ગયું હતું.

પરીક્ષાના સમય કરતા સુપાસી ખાતેના વૃદાવન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત અર્જુન આટ્સ, કોમર્સ એન્ડ બીએસડબલ્યુ કોલેજમાં વહેલું આપી દેવામાં આવતા હોવાનું જાણ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ચેતન ત્રિવેદીને થતા કમિટી બનાવી હતી અને કમિટી દ્વારા સુપાસીની અર્જુન કોલેજમાં ગેરરીતી થતી હોવાનું માલમ પડતા આગામી તા.12 એપ્રિલથી શરૂ થનારી સેમેસ્ટર-2ની પરીક્ષા માટે સેન્ટર રદ કરવામાં આવ્યું છે.

આ કોલેજના તમામ વિદ્યાર્થી\\\"ની સેમેસ્ટર-2ની પરીક્ષામાં સવારના બીસીએ, બીકોમ અને બીએસડબલ્યુ તેમજ બપોર સેશનમાં બીએના તમામ વિદ્યાર્થી\\\"ની પરીક્ષા પ્રભાસ પાટણ કેળવણી મંડળ સંચાલિત સ્વામીનારાયણ કોમર્સ કોલેજ, શંખ સર્કલ પાસે, પ્રભાસ પાટણ ખાતે રાખેલ છે તેમજ બપોરના બીએસી તથા ડીએમઅલટીના તમામ વિદ્યાર્થી\\\"ની પરીક્ષા વેરાવળના રાજેન્દ્ર ભુવન રોડ આવેલ સી.પી.ચોક્સી આર્ટસ એન્ડ પી.એલ.ચોક્સી કોલેજમાં લેવામાં આવશે. સમગ્ર પગલા ગેરરિતીનાં કારણે લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...