તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRDની પરીક્ષા આપવા આવેલ છાત્રો માટે જૂનાગઢમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ, રાજરત્ન ભવન મંડળ તેમજ ડો.આંબેડકર ભવન ટ્રસ્ટ મંડળ દ્વારા જૂનાગઢ શહેરમા લોકરક્ષક દળની પરીક્ષા આપવા દૂર આવેલા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓને અવગવડતા ન રહે તે માટે આયોજન કરાયું હતું. જેમાં 560 છાત્રો અને 80 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ટી.જી.સાદીયા, વિનયભાઈ સોંલકી, નરેશભાઈ સાસિયા, અેભલભાઈ મારું, ભરત રાઠોડ વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રસોઈ અશોકભાઈ બગડાએ બનાવી આપેલ તેમજ ભરતભાઈ દ્વારા વાસણ, ગાંદલા વગેરે નિ:શુલ્ક વ્યવસ્થા કરી અપાઈ હતી. અને કરશનભાઈ, નિવૃત્ત ફૌજી ખીમજીભાઈ, ભાનુભાઈએ પણ સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...