તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMને બદલવાની માંગ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટનું આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની લાગણી સમજી ન શકનાર સીએમને બદલવાની માંગ સાથે જૂનાગઢમાં આવેદન અપાયું છે. આ અંગે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના જૂનાગઢ જિલ્લા પ્રભારી કિશોર પટોડીયાએ અધિક કલેકટર ડી.કે. બારીઆને આવેદન આપ્યું છેે.

વડાપ્રધાનને સંબોધીને અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે, રાજ્યના 30 જિલ્લાના 145 તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. ત્યારે તાત્કાલીક ખેડૂતોને નુકસાની વળતર ચૂકવવું જોઇએ. હાલમાં થતા ખોટા સર્વે બંધ કરી સમગ્ર ગુજરાતમાં લીલો દુકાળ જાહેર કરવો જોઇએ. વળી, સરકાર પાસે 7/12, 8 અ, બેન્ક એકાઉન્ટ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજ હોવા છતાં ખેડૂતોને તાલુકા અને જિલ્લા મથકે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની લાગણી સમજી ન શકનાર મુખ્યમંત્રીને બદલીને ખેડૂતોના દુ:ખના સમયે સમયસર અને યોગ્ય નિર્ણય લઇ શકે તેવા મુખ્યમંત્રી મુકવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...