મનપામાં આધાર કાર્ડનું સ્થળ બદલાતા તડકે શેકાતા અરજદારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આઝાદ ચોક સ્થિત મહાનગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે. અગાઉ જ્યાં કામગીરી થતી હતી ત્યાં શેડ બનાવેલ હતો જેથી અરજદારો વારો ન આવે ત્યાં સુધી છાયડામાં રાખેલા બાંકડા પર બેસી શકતા હતા. જોકે તે રૂમમાં ઉપરથી લીકેજ થતા પાણી પડતું હોય તેની જગ્યા બદલવામાં આવી છે. હાલ હાઉસ ટેક્ષ ભરવાની ઓફિસના એક વિભાગમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. જોકે અહિંયા બેસવા માટે બાંકડા ન હોય વારો ન આવે ત્યાં સુધી અરજદારોને તડકામાં શેકાવું પડે છેે. ત્યારે આ મામલે મનપાએ યોગ્ય સુવિધા ઉભી કરવી જોઇએ તેવી અરજદારોમાંથી માંગ ઉઠવા પામી છે.

અગાઉના સ્થળે છાંયે બેસવા બાંકડા મૂકાયા હતા


_photocaption_આધારકાર્ડને લઇ પોતાનાં વારા માટે રાહ જોતા અરજદારો. તસવીર -ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...