ગેસના બાટલા, લાઇટ બિલ, પેટ્રોલ પમ્પ ઉપર સ્ટિકર મારી મતદાન કરવા અપીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેની જાગૃત્તિ લાવવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. શહેરનાતળાવ દરવાજા, મોતીબાગ, રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ, અક્ષરવાડી, ગિરીરાજ રોડ, જોષીપરા, સરદાર પરા, મનપા, ઝાંઝરડા વગેરે સ્થળો પર 23મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન એવા લખાણ સાથેના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઇટ બિલ, ટપાલ રવાનગી વિભાગની પહોંચ, જનસેવા કેન્દ્રની પહોંચ, ડોકટર્સના પ્રિસ્ક્રિપ્શન,ઓટો રિક્ષા ,પેટ્રોલ પમ્પ તેમજ રાંધણ ગેસના બાટલામાં પણ સ્ટિકર મારી મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...