તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધુર સોશ્યલ ગૃપ દ્વારા કમિશ્નરને કરાઇ રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતા અગ્નિકાંડ બાદ રાજ્યમાં ટયુશન કલાસીસો પર રાજ્ય સરકારની તવાઇ ઉતરી છે. ફાયર એનઓસી મામલે જરાપણ ચૂક ચલાવી ન લેવા તંત્ર મક્કમ બન્યું છે. ત્યારે જૂનાગઢમાં પણ ફાયર એનઓસીને લઇને ટ્યુશન કલાસીસો બંધ કરાવી દેવાયા છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ત્યારે આ મામલે જૂનાગઢના મધુર સોશ્યલ ગૃપના સભ્યોએ મનપાના કમિશ્નરને રજૂઆત કરી છે. સંસ્થાના પ્રમુખ સલીમ ગુજરાતી, ઉપપ્રમુખ રાજેશ શ્રીવાસ્તવ અને મહામંત્રી નરેશ સાંસીયાએ મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે છાત્રોનું ભણતર વિલંબમાં પડી રહ્યું હોય ફાયર વિભાગ દ્વારા એનઓસીની પ્રક્રિયા સત્વરે કરાવવા અને આ મામલે વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. દરમિયાન નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની કામગીરીમાંથી ફ્રી થયાં બાદ ફાયર ઓફિસર દ્વારા તપાસ કરી કલાસીસોને અેનઓસી આપવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...