તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજ ટ્રમ્પે શટડાઉન અંગેની બેઠક અધવચ્ચે પડતી મૂકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેક્સિકોની સરહદે દીવાલ માટે ફન્ડિંગને મંજૂરી ન મળતાં ઉશ્કેરાયા

એજન્સી | વોશિંગ્ટન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સરહદે દીવાલ અંગેના વિવાદ વચ્ચે શટડાઉનનો અંત લાવવા માટે આયોજિત કરાયેલી બેઠકને અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. ડેમોક્રેટિક નેતા નેન્સી પેલોસી અને ચક શૂમર સાથે બેઠક ચાલી રહી હતી. નારાજ ટ્રમ્પે ટિ્વટ કરીને આ માહિતી આપી હતી. ટ્રમ્પે લખ્યું કે હું ચક અને નેન્સી સાથે બેઠક અધવચ્ચે જ છોડીને આવી ગયો. સમય વેડફાઈ રહ્યો હતો. મેં પૂછ્યું કે જો આપણે કામકાજ ફરી શરૂ કરી દઈએ તો 30 દિવસમાં શું તમે દીવાલ કે સ્ટીલ અવરોધક સહિત સરહદે સુરક્ષાને મંજૂરી આપશો?નેન્સીએ કહ્યું- ના. મેં અલવિદા કહી દીધું. બીજું કંઇ કરી શકાય એમ હતું પણ નહીં. જ્યારે નેન્સી અને શૂમરે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના નેતા કોઈ પણ સ્થિતિમાં સરહદે દીવાલ માટે ફંડ ફાળવવાના ઈચ્છુક નથી. પાર્ટી પોતાનું વલણ બદલવા તૈયાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માટે લગભગ 35,000 કરોડ રૂપિયા માગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...